DMની નોટિસ ઉપર પ્રિયંકા- આગરામાં 48 કલાકમાં 28 મોત અંગે મુખ્યમંત્રી યોગી 48 કલાકમાં જવાબ આપે

ઉત્તરપ્રદેશના આગરમાં કોરોનાથી થયેલા મોતને લઈને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી અને જિલ્લા વહિવટી તંત્ર સામ-સામે આવી ગયું છું. સવારે જિલ્લા અધિકારીએ નોટિસ આપ્યા પછી પ્રિયંકા ગાંધીએ ફરી કહ્યું કે આગરામાં હોસ્પિટલમાં દાખલ થયાના 48 કલાકમાં 28 લોકોના મોત થયા છે. તેમણે અમ પણ કહ્યું કે આગરા મોડલની ખોટી વાતો ફેંલાવીને આ ખરાબ સ્થિતિને સર્જનાર કોણ? મુખ્યમંત્રી 48 કલાકમાં લોકોને જવાબ આપે અને કોવિડ દર્દીઓની સ્થિતિ અને સંખ્યામાં કરવામાં આવતી હેરાફેરી અંગે જવાબદારી નક્કી કરો.

આગરાના મોતને લઈને 20 કલાકમાં પ્રિયંકાનું આ બીજું ટ્વીટ છે. તેમણે લખ્યું છે કે આગરમાં કોરોનાથી થનાર મોતનો દર દિલ્હી અને મુંબઈથી વધારે છે. અહં મૃત્યુદર 6.8% છે. કોરોનાથી મોતને ભેટનાર 79 દર્દીમાંથી 35% એટલે કે 28 લોકોના મોત હોસ્પિટલમાં દાખલ થયાના 48 કલાકની અંદર થયા છે.

DMએ જવાબ આપ્યો
તેના જવાબમાં આગરાના ડીએમ પ્રભુ નારાયણ સિંહએ પ્રિયંકાના ટ્વીટને રી-ટ્વીટ કરી લખ્યું કે જે અખબારમાં અત્યાર સુધી કુલ કોરોના સંક્રમિત દર્દીઓના મોતના સંબંધમાં ડેથ ઓડિટનો આધાર આપ્યો છે. છેલ્લા 109 દિવસમાં આગરમાં કુલ 1136 કેસ અને 79 મોત થયા છે. છેલ્લા 48 કલાકમાં દાખલ થયેલા 28 કોરોનાના દર્દીઓના મોતની વાત ખોટી છે.

24 કલાકમાં ખંડન કરવાનું કહ્યું
ત્યાર પછી DMએ નોટિસ આપીને લખ્યું કે પોસ્ટને જોઈને જ પહેલી નજરમાં ભ્રમની સ્થિતિ બને છે. તેને જોઈને લોકોમાં એ મેસેજ જાય છે કે 48 કલાકમાં 28 કોરોનાના દર્દીના મોત થયા છે. વાસ્તવમાં 48 કલાકમાં 28 દર્દીના મોતની વાત ખોટી છે. આવામાં આ સમાચારનું 24 કલાકમાં ખંડન કરવામાં આવે, જેનાથી લોકોને સાચી જાણકારી મળી શકે અને મહામારીમાં કામ કરી રહેલા કર્મચારીઓના મનોબળને ઠેસ ન પહોંશે.

DM આગરાની પ્રિયંકા ગાંધીને નોટિસ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રિયંકા ગાંધીએ સોમવારે આગરામાં મૃત્યુઆંકને લઈને યોગી સરકારની કોરોના ટેસ્ટિંગ અને સારવારની પોલિસી ઉપર સવાલો ઉઠાવ્યા હતા.- ફાઈલ તસવીર


source https://www.divyabhaskar.co.in/national/news/priyanka-gandhi-attack-on-uttar-pradesh-yogi-government-127438888.html

Post a Comment

0 Comments