વીડિયો ડેસ્કઃ આ શૉકિંગ વીડિયો ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાનો છે. ઓવરલોડેડ ટ્રક પસાર થતાં લોખંડનો પુલ લોકોની નજર સામે જ કડડભૂસ થઈ ગયો.JCB મશીન લઈને જઈ રહેલી ટ્રક પુલ પરથી પસાર થતા જ પુલ ધરાશાયી થઈ ગયો છે. પુલની સાથે ટ્રક અને JCB પણ ખીણમાં ખાબકે છે. વીડિયોમાં જોઈ શકાય છો કે, કેવી રીતે ઓવરલોડેડ ટ્રક રમકડાંની જેમ ખીણમાં પડે છે. ખીણમાં ખાબકેલી ટ્રક અને JCBના શું હાલ થયા છે તે પણ જોઈ શકાય છે. મહત્ત્વનું છે કે, લોખંડનો આ પુલ ભારત-ચીન સરહદ નજીક લીલમ જૌહર ઘાટીને જોડતો હતો. ચીન સાથેના વર્તમાન ટકરાવને કારણે આ પુલનું ખુબ જ મહત્ત્વનું છે. આ પુલ તૂટવાને કારણે સંખ્યાબંધ ગામડાંઓ સંપર્કવિહોણા થઈ ગયા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/overloaded-truck-folls-down-with-jcb-as-bridge-collapses-in-pithoragarh-uttarakhand-127438936.html
0 Comments