ચીન હવે પાછળ હટવા માટે રાજી થઇ ગયું છે. રિપોર્ટ્સ પ્રમાણે ભારતના દબાણના લીધે તે 7 દિવસમાં ઝુકી ગયું. 15 જૂનની રાત્રે ગલવાનમાં હિંસક અથડામણ થઇ હતી. ત્યારબાદ સોમવારે ચીનની બોર્ડર પર મોલ્ડોમાં બન્ને દેશો વચ્ચે લેફ્ટનન્ટ જનરલ લેવલની વાત થઇ હતી. આ વાતચીત 11 કલાક ચાલી હતી. આર્મીએ મંગળવારે કહ્યું હતું કે આ વાતચીત બાદ શાંતિ સ્થાપિત કરવા અંગે સહમતિ બની હતી. બન્ને દેશો હવે ઘટનાસ્થળેથી સૈનિકોને પાછળ હટાવશે.
અગાઉ ચીન 30 દિવસમાં રાજી થયું હતું, પરંતુ 7 દિવસમાં ફેરવી તોળ્યું
ચીન તેના સૈનિકોને પાછા બોલાવશે કે નહીં તે અંગે શંકા છે. આ પહેલી વાર નથી જ્યારે ચીન સૈનિકોને પાછા બોલવવા માટે રાજી થયું હોય. તે અગાઉ પણ બોલીને પાછળથી ફરી ગયું છે. 5-6 મેના જ્યારે પૂર્વી લદ્દાખના પેંગૌંગ સરોવરના ફિંગર-5 વિસ્તારમાં ચીન અને ભારતના સૈનિકો સામસામે આવી ગયા હતા ત્યારથી ચીનના સૈનિકો ગલવાન ઘાટીના પેટ્રોલ પોઇન્ટ 14 પર જમા થયા હતા. વિવાદના 30 દિવસ બાદ 6 જૂને મોલ્ડોમાં જ ભારત અને ચીન વચ્ચે લેફ્ટનન્ટ જનરલ લેવલની વાતચીત થઇ હતી. ત્યારે ચીન પેટ્રોલ પોઇન્ટ 14 પરથી જવાનોને હટાવવા અંગે રાજી થઇ ગયુ હતું. તેણે કેમ્પ હટાવી લીધા હતા. ત્યાં બિહાર ઇન્ફન્ટ્રી રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર કર્નલ સંતોષ બાબૂ આ મામલે નજર રાખી રહ્યા હતા અને ચીન સાથે વાતચીત કરી રહ્યા હતા. હજુ 8 દિવસ થયા હતા અને ચીને અચાનક તેના કેમ્પ ફરી બનાવી દીધા હતા. જ્યારે કર્નલ સંતોષ બાબૂ 15 જૂનની સાંજે 40 જવાનો સાથે વાતચીત કરવા પહોંચ્યા ત્યારે લગભગ 300 ચીનના સૈનિકોએ તેમના પર હુમલો કર્યો હતો. આ હિંસક અથડામણમાં કર્નલ સંતોષ બાબૂ સહિત 20 ભારતીય જવાન શહીદ થયા હતા.
ડોકલામમાં 73 દિવસ લગાવ્યા હતા
16 જૂને 2017માં ડોકલામ વિવાદ શરૂ થયો હતો. ભારતીય સૈનિકોએ ચીનના સૈનિકોને રોડ બનાવતા અટકાવ્યા હતા. ચીનનો દાવો હતો કે તેઓ તેમના વિસ્તારમાં રોડ બનાવે છે . ભારતમાં આ વિસ્તારનું નામ ડોકા લા છે જ્યારે ભૂટાનમાં તેને ડોકલામ કહેવામાં આવે છે. ચીને ત્યારે ડોકલામથી પાછળ હટવા 73 દિવસ લગાવ્યા હતા. 28 ઓગસ્ટ 2017ના ચીન પાછળ હટવા રાજી થયું હતું અને સૈનિક હટાવી લીધા હતા. ત્યારબાદ ત્યાં વિવાદ નથી થયો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/this-time-china-was-ready-to-retreat-in-just-7-days-earlier-it-was-reconciled-in-30-days-and-then-returned-spending-73-days-in-doklam-127438966.html
0 Comments