સોનિયા ગાંધીએ કહ્યું- સરકારના મિસ મેનેજમેન્ટ અને ખોટી નીતિઓના લીધે બોર્ડર પર સંકટ ઉભું થયું

દિલ્હીમાં આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ ચીન મામલે સરકાર સામે સવાલો ઉભા કર્યા હતા. તેમણે કહ્યું કે બોર્ડર પર ચીન સાથે જે વિવાદ ચાલી રહ્યો છે તેનું કારણ ભાજપ સરકારનું મિસ મેનેજમેન્ટ અને ખોટી નીતિઓ છે. સોનિયાએ પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા અને કોરોના મુદ્દે પણ સરકારને સવાલો કર્યા હતા. તેમણે કહ્યું કે કોરોના મહામારી અંગે સરકારનું મિસ મેનેજમેન્ટ તેમની સૌથી મોટી નિષ્ફળતા ગણવામા આવશે.

કોંગ્રેસે ચીન સામે સરેન્ડર કર્યું હતું- ભાજપ
ચીન મામલે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે નિવેદનો ચાલી રહ્યા છે. સોનિયા પહેલા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે સોમવારે કહ્યું હતું કે દેશની સુરક્ષા જેવા મુદ્દે વડાપ્રધાને વિચારીને નિવેદન આપવું જોઇએ. તેના જવાબમાં ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું હતું કે કોંગ્રેસે ભારતનો 43 હજાર કિમી વિસ્તાર ચીનને સોંપી દીધો હતો. મનમોહનસિંહના સમયે 2010થી 2013 વચ્ચે ચીને 600 વખત ઘુસણખોરી કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ ફોટો


source https://www.divyabhaskar.co.in/national/news/sonia-gandhi-says-governments-mismanagement-and-wrong-policies-have-created-a-crisis-at-the-border-127438907.html

Post a Comment

0 Comments