નરવણેએ ચીન સાથેની અથડામણમાં સામેલ જવાનોને કમેન્ડેશન કાર્ડ આપ્યું, સરહદની સ્થિતિનું નિરિક્ષણ કર્યું

ભારત-ચીન વચ્ચે તણાવની સ્થિતિમાં આર્મી ચીફ જનરલ એમ એમ નરવણે બે દિવસના લદ્દાખના પ્રવાસે છે. નરવણેએ ચીન સાથેની અથડામણમાં બહાદુરીથી લડનાર જવાનોને આજે કમેન્ડેશન કાર્ડ (પ્રશંસાપત્ર) આપ્યું અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આર્મી ચીફે પૂર્વ લદ્દાખમાં સરહદ ઉપર તહેનાત સૈનિકોને મળીને વર્તમાન સ્થિતિનું નિરિક્ષણ કર્યું હતું.

આર્મી ચીફે લદ્દાખમાં તહેનાત જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.
આર્મી ચીફ સરહદ ઉપરની વર્તમાન સ્થિતિ અંગે માહિતી મેળવી રહ્યા છે.

આર્મી ચીફે ઘાયલ જવાનોની મુલાકાત લીધી
નરવણેએ મંગળવારે લેહની આર્મી હોસ્પિટલમાં દાખલ સૈનિકોની મુલાકાત લઈ તેમની તબીયત જાણી હતી. ચીન સાથે 15 જૂનના રોજ થયેલી અથડામણમાં ગંભીર રીતે ઘાયલ 18 જવાનોની અહીં સારવાર ચાલી રહી છે. ગલવાનમાં થયેલી હિંસક અથડામણ પછી સેના પ્રમુખ પ્રથમવાર લદ્દાખ પહોંચ્યા છે. નરવણે પહેલા વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાએ પણ રવિવારે લદ્દાખની મુલાકાત લીધી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
m m naravane issues commendation cards to troops involved in clashes with China


source https://www.divyabhaskar.co.in/national/news/m-m-naravane-issues-commendation-cards-to-troops-involved-in-clashes-with-china-127442362.html

Post a Comment

0 Comments