આયુષ મંત્રી શ્રીપદ નાઈકે કહ્યું- બાબા રામદેવે દેશને નવી દવા આપી, પરંતુ પહેલા તપાસ થવી જોઈએ

પતંજલિ આયુર્વેદની કોરોના દવા અંગે આયુષ મંત્રી શ્રીપદ નાઈકે બુધવારે કહ્યું કે, આ સારી વાત છે કે યોગ ગુરુ બાબા રામદેવે દેશને નવી દવા આપી છે. પરંતુ નિયમ પ્રમાણે પહેલા આયુષ મંત્રાલયમાં તપાસ કરાવવા માટે આપવી પડશે. રામદેવે મંગળવારે કોરોનાની દવા બનાવવાનો દાવો કર્યો હતો. કોરોનિલ અને શ્વસારિ નામની દવા લોન્ચ કરતી વખતે રામદેવે કહ્યું હતું કે, આનાથી માત્ર 7 દિવસમાં દર્દી 100% સાજા થઈ જશે. સરકારે દવાના લોન્ચિંગના પાંચ કલાક પછી જાહેરાતને અટકાવી દીધી હતી.

સરકારે કહ્યું કે, દવાની વૈજ્ઞાનિક તપાસ નથી થઈ. આયુર્વેદ મંત્રાલયે દવાના લાઈસન્સ સહિત દવામાં ઉપયોગમાં લેવાતી સામગ્રી, દવા પર રિસર્ચની જગ્યા, હોસ્પિટલ, પ્રોટોકોલ, સેમ્પલનો આકાર, ઈન્સ્ટીટ્યૂશનલ એથિક્સ કમિટિ ક્લીઅરન્સ, ક્લીનિકલ ટ્રાયલ રજિસ્ટ્રેશન અને ટ્રાયલના પરિણામનો ડેટા માંગ્યો છે. પંતજલિએ મંગળવારે મોડી સાંજે આયુર્વેદ મંત્રાલયને 11 પાનનો જવાબ મોકલ્યો છે. તો બીજી તરફ ઉત્તરાખંડ આયુર્વેદ ડિપાર્ટમેન્ટના લાઈસન્સ ઓફિસરે બુધવારે કહ્યું કે, પતંજલિની એપ્લિકેશન પ્રમાણે, અમે તેમને લાઈસન્સ આપ્યું હતું. જેમાં તેમણે કોરોના વાઈરસનો ઉલ્લેખ કર્યો નથી. અમે તેમને ઈમ્યુનિટી બૂસ્ટર, ખાંસી અને તાવ માટે લાઈસન્સની મંજૂરી આપી હતી. અમે તેમને નોટિસ આપીને પુછીશું કે, તેમણે કોવિડ-19ની કીટ માટે મંજૂરી ક્યાંથી લીધી.

રિસર્ચ માટે સરકારના માપદંડ, તેનું પાલન થવું જરૂરી છે

  • કેન્દ્રએ પતંજલિ આયુર્વેદને કહ્યું કે, આયુર્વેદિક દવાઓ સહિત તમામ દવાઓનો પ્રચાર ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડિજ એક્ટ-1954 અને કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયમો અને નિર્દેશો પ્રમાણે લાગુ થાય છે.
  • આયુર્વેદ મંત્રાલયે 21 એપ્રિલે જાહેર કરેલી નોટિફિકેશનમાં કોવિડ-19 પર કરવામાં આવેલી શોધની જરૂરિયાત અને પદ્ધતિ વિશે જણાવ્યું હતું. આ નોટિફિકેશન કંપનીઓને સરકારની મંજૂરી વગર સારવાર કરવાનો દાવો કરતા અટકાવે છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
AYUSH Minister Shripad Naik says- Baba Ramdev gave new medicine to the country, but should be investigated first


source https://www.divyabhaskar.co.in/national/news/ayush-minister-shripad-naik-says-baba-ramdev-gave-new-medicine-to-the-country-but-should-be-investigated-first-127442374.html

Post a Comment

0 Comments