લગ્નના 10 વર્ષ પછી અમે મંદિર, મસ્જિદ, ચર્ચ અને ગુરુદ્વારામાં ગયા. પૂજા-પાઠ ઘણો કર્યો. માનતા રાખી. એકજ આશા હતી કે ઘરમાં બાળક આવે. લોકો અમને અલગ-અલગ જગ્યાએ જવાની સલાહ આપતા હતા. કોઈ મંદિરનું સરનામુ આપતા હતા તો કોઈ મસ્જિદનું. અમે બધું કર્યું ત્યારે લગ્નના 10 વર્ષ પછી અંકુશનો જન્મ થયો હતો.
આટલું કહીને ગલવાનમાં શહીદ થયેલા હિમાચલના હમીરપુરના અંકુશ ઠાકુરના પિતા અને રિટાયર્ડ આર્મીમેન અનિલ ઠાકુરનું ગળું ભરાઈ ગયું. તેમણે કહ્યું કે સાહેબ 1988માં મારા લગ્ન થયા હતા અને અંકુશનો જન્મ 24 નવેમ્બર 1998માં થયો હતો. મેં મારી 10 વર્ષની નોકરમાં સેનામાંથી જે પણ કમાણી કરી હતી, તે ખર્ચ કરી દીધી હતી, કારણ કે મારું ઘર બાળકોના અવાજથી ગુંજી ઉઠે. મારી પત્નીને પણ માતા બનવાનું સુખ મળે અને પરીવાર આગળ વધે.
ઘણી મુશ્કેલી પછી અમારા ઘરમાં આનંદનો માહોલ છવાયો હતો. 1998માં જ્યારે અંકુશનો જન્મ થયો, ત્યારે મારું પોસ્ટિંગ મેરઠમાં હતું. 2002માં ધર્મશાળા આવ્યો અને 2003માં 17 વર્ષ 6 મહિના સેનામાં સેવા આપ્યા પછી હું રિટાયર થઈ ગયો. ઘરની સ્થિતિ ખરાબ હતી એટલા માટે 2005માં ડિફેન્સ સિક્યોરિટી કોર (DSC) જોઈન કરી લીધું, કારણ કે બાળકો સારી રીતે ભણી શકે.
અંકુશ ભણવામાં હોશિયાર હતો, પરંતુ એ ખ્યાલ ન હતો કે તેને નાનપણથી જ સેનામાં જવાનું ઝનૂન કેમ હતું. વિચારતો હતો કે તે ઘણી માનતા પછી જનમ્યો છે, એટલે હું ઈચ્છતો હતો કે તે સેના જોઈન ન કરે. પરંતુ તેણે સ્પષ્ટ કહી દીધું હતું કે તે સેનામાં જ જશે. તેનો જુસ્સો જોઈને મેં પણ તેને ના ન પાડી. તેણે તો સેનામાં જવાની કસમ ખાધી હતી.
સ્ટોરીમાં વિગતો ઉમેરવામાં આવી રહી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/story-of-ladakh-galwan-valley-martyr-ankush-thakur-127442285.html
0 Comments