મુંબઈના યુવકે હોમ ક્વૉરન્ટીન કોરોના દર્દીઓને મફતમાં ઓક્સિજન સિલિન્ડર આપવા પોતાની SUV કાર વેચી દીધી

દેશમાં રોજ 10 હજારથી પણ વધારે લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. રોજ વધતી જતી સંખ્યાને લઇને ઘણી જગ્યાએ હવે હોસ્પિટલમાં પણ દર્દીઓને રાખવા માટેની જગ્યા નથી. મુંબઈના NGO વર્કરે કોરોના દર્દીઓને મફતમાં ઓક્સિજન સિલિન્ડર આપવા માટે પોતાની SUV કાર વેચી દીધી છે. શેહનવાઝ શેખે હોમ ક્વૉરન્ટીનમાં રહેલા દર્દીઓની મદદ કરવા આ કામ કર્યું છે.

હજારો પ્રવાસી શ્રમિકોની મદદ કરી
શેહનવાઝ શેખ અને તેનો મિત્ર અબ્બાસ રિઝવી લોકડાઉન શરુ થયું તે સમયથી હજારો પ્રવાસી શ્રમિકોની મદદ ખડેપગે ઊભા રહીને કરી છે. આ બંનેએ ભેગા મળીને 60 નાના અને મોટા ઓક્સિજન સિલિન્ડર ખરીદ્યા છે અને હાલ જે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની જગ્યા નથી મળી અને આવા મોંધા સિલિન્ડર ના ખરીદી શકે તેમની મદદ કરી રહ્યા છે.

બહેનના મૃત્યુને જોઇને કાર વેચી દીધી
શેહનવાઝે મીડિયાને કહ્યું કે, લોકડાઉનમાં અમે બધી બચત પ્રવાસી શ્રમિકોની મદદ કરવા પાછળ વાપરી દીધી. ગયા મહિને અબ્બાસની પિતરાઈ બહેનના મૃત્યુ પછી મેં મારી કાર વેચી દીધી. તેની બહેન 6 મહિનાની ગર્ભવતી હતી. કોઈ હોસ્પિટલ તેની બહેનને દાખલ કરવા તૈયાર થતી નહોતી. તેનો પરિવાર રિક્ષામાં બહેનને લઇને હોસ્પિટલને આજીજી કરી રહ્યો હતો. અંતે બહેનનું રિક્ષામાં જ મૃત્યુ થયું. તે સમયે મને સમજાયું કે સમય પર સારવાર મળવી કેટલું મહત્ત્વનું છે.

રોજ 25થી 30 લોકો ઓક્સિજન સિલિન્ડર માટે ફોન છે
વધુમાં તેણે કહ્યું કે, કોઈ પણ વ્યક્તિ આ રીતે મરે તે યોગ્ય નથી આથી મેં SUV કાર વેચી અને તેના મને 4 લાખ રૂપિયા મળ્યા. આ રૂપિયામાંથી અમે 60 ઓક્સિજન સિલિન્ડર ખરીદ્યા અને અન્ય 40 ભાડે લીધા. સમયસર ઓક્સિજન સિલિન્ડર આપીને અમે 300થી પણ વધારે દર્દીઓની મદદ કરી છે. કોઈની મદદ કરવા માટે કાર વેચવાથી મને કોઈ દુઃખ નથી થયું. શેહનવાઝ અને અબ્બાસ પાસે રોજ 25થી 30 લોકો ઓક્સિજન સિલિન્ડર માટે ફોન આવે છે. આ બંને મિત્રો વધુમાં વધુ લોકોને મદદ કરી શકે તે માટે રાતદિવસ મહેનત કરી રહ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
mumbai Man Sells SUV To Buy Oxygen Cylinders For Coronavirus Patients


source https://www.divyabhaskar.co.in/national/news/mumbai-man-sells-suv-to-buy-oxygen-cylinders-for-coronavirus-patients-127442272.html

Post a Comment

0 Comments