ચીનમાં પોલીસ દેશના લગભગ 70 કરોડ પુરુષોના જેનેટિક મેપ બનાવવા માટે સમગ્ર દેશમાં બાળકો અને મોટા લોકોના બ્લડ સેમ્પલ લઈ રહી છે. પોલીસ આવું એટલા માટે કરી રહી છે, જેથી સર્વેલન્સ વધારી શકાય. ઓસ્ટ્રેલિયના સ્ટ્રેટેજિક પોલિસીમાં પ્રકાશિત એક નવા રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, ચીની પોલીસ 2017થી એક વ્યાપક ડીએનએ ડેટાબેઝ બનાવવા માટે સેમ્પલ એકત્રિત કરી રહી છે. તેના દ્વારા અધિકારી કોઈ પણ મેલ વ્યક્તિના પુરુષ સંબંધીઓને માત્ર લોહી અને લાળ દ્વારા ટ્રેક કરી શકશે.
માનવાધિકાર સૂમહ વિરોધ કરી રહ્યા છે
- પોલીસનું કહેવું છે કે, તેમને ગુનેગારોને પકડવા માટે ડીએનએ ડેટાબેઝની જરૂર છે. ડોનર્સ પોતાની ઈચ્છાથી ડીએનએ આપ્યા છે. કેટલાક ચીની અધિકારીઓ અને સરહદ પારના કેટલાક માનવઅધિકાર જૂથોએ ચેતવણી આપી છે કે નેશનલ ડીએનએ ડેટાબેઝ લોકોની પ્રાઈવેસીને નુકસાન પહોંચાડી શકે છે. અધિકારીઓ વિરોધ કરનારા અને સામાજિક કાર્યકરોના સબંધીઓને સજા કરશે.
- ચીનમાં પહેલાથી જ આ કાર્યક્રમને લઈને ઘણો વિરોધ થઈ રહ્યો છે. હ્યુમન રાઈટ્સ વોચના ચીની સંશોધક માયા વાંગના જણાવ્યા પ્રમાણે, અધિકારીઓની પાસે કોઈ વ્યક્તિના નજીકના સંબંધી વિશે જાણવાની ક્ષમતા એક પરિવારની સક્રિયાતાની સજા આખા પરિવારને આપવાના સંદર્ભમાં છે. તેની અસર આખા સમાજ પર પડે છે.
ચીનને ટેસ્ટિંગ કીટ આપવા પર અમેરિકાની કંપનીનો વિરોધ
- થર્મો ફિશર નામની અમેરિકાની કંપનીએ ચીનની પોલીસને ટેસ્ટિંગ કીટ વેચી છે. અમેરિકાના લોમેકર્સએ ચીનના અધિકારીઓને માલ વેચવા માટે થર્મો ફિશરની ટીકા કરી છે, પરંતુ કંપનીએ તેના બિઝનેસનો બચાવ કર્યો છે.
અભિયાનમાં શાળાના બાળકો પણ સામેલ
- ચીનના એક દક્ષિણ દરિયાકાંઠે આવેલ શહેરમાં નાના બાળકો હાથમાં સોય લઈને પોલીસ કર્મચારીઓની પાસે સામે ચાલીને તેમની નાની નાની આંગળીઓ સેમ્પલ લેવા માટે આગળ કરી રહ્યા હતા. તેમજ ઉત્તર તરફ લગભગ 230 માઈલ પર અધિકારી દરેક ટેબલ પર જઈને બાળકોનું લોહી એકત્રિત કરતા હતા, જ્યારે છોકરીઓ તેને વિચિત્ર રીતે જોઈ રહી હતી.
- ઉત્તર ચીનના એક ગ્રામીણ વિસ્તારમાં રહેતા 31 વર્ષના કમ્પ્યુટર એન્જિનિયર જિયાંગ હાઓલિને પણ બ્લડ સેમ્પલ આપ્યું. તે સિવાય તેમની પાસે કોઈ રસ્તો નહોતો. તેમણે ગત વર્ષે જણાવ્યું હતું કે, અધિકારીઓએ કહ્યું હતું, જો લોહી નહીં આપ્યું તો અમે તમારા ઘરને બ્લેક હાઉસહોલ્ડ જાહેર કરીશું.
- હાઓલિનને ડર હતો કે, જો આવું થાય તો તેમને અને તેમના પરિવારને મુસાફરી અને હોસ્પિટલમાં સારવાર જેવી સુવિધાઓ નહીં મળે. ચીનના અધિકારીઓ કહે છે કે, તેઓ પુરુષો અને છોકરાઓના ડીએનએ સેમ્પલ એટલા માટે લઈ રહ્યા છે, કેમ કે, આંકડા દર્શાવે છે કે સૌથી વધારે ક્રાઈમ તેઓ કરે છે.
કેવી રીતે શરૂ થયું અભિયાન?
- આંતરિક મોંગોલિયાની ઉત્તર ચીનના વિસ્તારમાં થયેલી ઘટનાઓને આ અભિયાન સાથે જોડીને જોઈ શકાય છે. લગભગ ત્રણ દાયકા સુધી ત્યાંની પોલીસે 11 મહિલાઓ અને છોકરાઓની સાથે દુષ્કર્મ અને હત્યાના કેસોની તપાસ કરી હતી. તેમાંથી એકની ઉંમર 8 વર્ષની હતી. પોલીસે 2 લાખ 30 હજાર ફિંગરપ્રિન્ટ લીધા અને એક લાખ ડીએનએ સેમ્પલની તપાસ કરી. 28 હજાર ડોલરના ઈનામની જાહેરાત કરી.
- સ્ટેટ ન્યૂઝ મીડિયાના જણાવ્યા પ્રમાણે, 2016માં તેમને એક અસંબંધિત લાંચના આરોપના કારણે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. તેના જનીનોના વિશ્લેષણમાં જોવા મળ્યું કે, આ વ્યક્તિનો એક એવા વ્યક્તિ સાથે સંબંધ હતો જે 2005માં થયેલી એક મહિલાની હત્યા થઈ હતી તે જગ્યાએ પોતાનું ડીએનએ છોડી દીધું હતુ. તે વ્યક્તિ ચેંગયોંગ હતો, જેણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. બાદમાં તેને મારી નાખવામાં આવ્યો હતો.
- ગાઓની ધરપકડથી સ્ટેટ મીડિયાએ મેલ ડીએનએના નેશનલ ડેટાબેઝ બનાવવાની વાત પર ભાર આપ્યો. હેનાન પ્રાંતની પોલીસે 2014થી 2016ની વચ્ચે 53 લાખ પુરુષોના સેમ્પલ એકઠા કરીને એ સાબિત કર્યું કે આ શક્ય છે.
- નવેમ્બર 2017માં પોલીસને નિયંત્રિત કરતાં મિનિસ્ટ્રી ઓફ પબ્લિક સિક્યોરિટીએ નેશનલ ડેટાબેઝના પ્લાનની રજૂઆત કરી. સ્ટેટ મીડિયાના જણાવ્યા પ્રમાણે, ચીનની પાસે પહેલાથી જ દુનિયાના સૌથી વધારે જેનેટિક મટિરિયલની ટુકડી છે, જેમાં 8 કરોડ પ્રોફાઈલ સામેલ છે.
- શરૂઆતમાં ડીએનએ એકત્રિત કરવાના પ્રયાસો પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હતું. તે ઉપરાંત પોલીસે ઉઈગર જેવા લઘુમતી જૂથોના ડીએનએ પણ એકત્રિત કર્યા જેથી તેમના પર સામ્યવાદી પક્ષનું નિયંત્રણ રહે.
આટલો મોટો ડેટાબેસ ક્યાંય નથી
- યુનિવર્સિટી ઓફ ટોરન્ટોના પોલિટિક્સ સાયન્સ વિભાગમાં પીએચડી ઉમેદવાર અને ઓસ્ટ્રિલિયા રિપોર્ટના લેખક એમીલ ડર્ક્સના જણાવ્યા પ્રમાણે, આ મોડેલોને સમગ્ર ચીનમાં એટલા આક્રમક રૂપથી વિસ્તાર કરવામાં આવી રહ્યો છે કે, મને લાગે છે ત્યાં સુધી આપણે આ પહેલાં ક્યારેય આવું જોયું નથી.
- એસ્ટ્રેલિયાની સંસ્થાના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, અધિકારીઓનું લક્ષ્ય 3.5 કરોડથી 7 કરોડ સુધી ડીએનએ સેમ્પલ કલેક્ટ કરવાનું છે. તેઓ દરેક પુરુષના સેમ્પલ નથી જોઈતા, કેમ કે, એક વ્યક્તિનું સેમ્પલ સંપૂર્ણ સંબંધીઓની જેનેટિક આઈડી જણાવે છે.
અમેરિકાની કંપનીના ડિવાઈસ ચીન કેમ ખરીદી રહ્યું છે
વૈજ્ઞાનિકો, ડોક્ટરો નિતિશાસ્ત્રીઓ અને માનવઅધિકારી જૂથોનું કહેવું છે કે આ ટૂલ સોશિયલ કંટ્રોલ માટે જરૂરી છે. લોકોના જેનેટિક ડેટા લઈને લોકોને ટ્રેક કરવા ઉપરાંત ચીનની પાસે થર્મો ફિશર ડિવાઈસ ખરીદવાના ઘણા કારણો છે. કંપનીનું આ ટૂલ ઘણી જીવલેણ બીમારીઓની તપાસમાં ચીનના ડોક્ટરોની મદદ કરે છે.
તે ઉપરાંત થર્મો ફિશર ઘણા બીજા દેશોની પોલીસને ડીએનએ ડિવાઈસ વેચે છે. વિરોધની વચ્ચે કંપનીએ કહ્યું કે, તે શિયાનજિયાંગમાં પોલીસને ડિવાઈસ આપવાનું બંધ કરશે. તે વિસ્તારમાં સોશિયલ કંટ્રોલ માટે ઉઈગર મુસ્લિમોના ડીએનએ કલેક્શનનો ડેટા મોટા પાયે ચાલી રહ્યો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/chinese-police-are-collecting-dna-samples-from-700-million-men-police-claim-to-catch-criminals-127439040.html
0 Comments