ભારતે પાકિસ્તાની દૂતાવાસના સ્ટાફમાં 50 ટકા ઘટાડો કરવાનો આદેશ આપ્યો, કહ્યું- તમારા કર્મચારી અમારા દેશમાં જાસૂસી કરે છે

ભારત અને પાકિસ્તાન વચ્ચે ડિપ્લોમેટિક લેવલ પર તણાવ વધી ગયો છે. મંગળવારે સાંજે ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાન દૂતાવાસને સ્ટાફમાં 50 ટકા ઘટાડો કરવાનો આદેશ કર્યો છે. ભારતનો આરોપ છે કે પાકિસ્તાન હાઇકમિશનના કર્મચારીઓ જાસૂસી જેવા કાર્યોમાં રંગે હાથે પકડાયેલા છે. ભારત પણ ઈસ્લામાબાદ સ્થિત હાઇકમિશનમાં 50 ટકા સ્ટાફ ઘટાડશે. ભારતે પાકિસ્તાનના ચાર્જ ડી અફેયર્સ સૈયદ હૈદર શાહને જણાવ્યું કે પાકિસ્તાની હાઇકમિશનના સ્ટાફની વર્તણૂક વિયના કન્વેન્શનની શરતો પ્રમાણે નથી.

31મેનું ઉદાહરણ
ન્યૂઝ એજન્સીએ વિદેશ મંત્રાલયના હવાલાથી જણાવ્યું કે પાકિસ્તાન હાઇકમિશનના સ્ટાફને અડધો કરવા માટે કહેવામા આવ્યું છે. વિદેશ મંત્રાલયના અધિકારીઓએ પાકિસ્તાનના ચાર્જ ડી અફેયર્સ (દૂતાવાસ સંબંધિત મામલાઓ જોતા સૌથી મોટા અધિકારી)ને જણાવ્યું કે પાકિસ્તાની દૂતાવાસના કર્મચારીઓ ગેરકાયદે કામ કરી રહ્યા છે. તેમાં જાસૂસી અને આતંકવાદી સંગઠનો સાથે સંપર્ક સામેલ છે. અધિકારીને જણાવ્યું કે 31મેના બે કર્મચારીઓને જાસૂસી કરતા રંગે હાથે પકડવામા આવ્યા હતા.

7 દિવસનો સમય
પાકિસ્તાનના અધિકારીને કહેવામા આવ્યું છે કે 7 દિવસમાં હાઇકમિશનનો સ્ટાફ 50 ટકા કરવામા આવે. પાકિસ્તાન તરફથી આ મામલે હજુ કોઇ નિવેદન આવ્યું નથી.

બન્ને દેશ વચ્ચે તણાવ
ડિપ્લોમેટિક લેવલ પર બન્ને દેશ વચ્ચે તણાવ 31મેની સાંજે શરૂ થયો હતો. દિલ્હીમાં પાકિસ્તાન હાઇકમિશનના બે અધિકારી નકલી દસ્તાવેજો સાથે પકડવામા આવ્યા હતા. પૂછપરછ દરમિયાન તેમણે ભારતીય હોવાનો દાવો કર્યો હતો. તેમની પાસે જાસૂસી સંબંધિત જાણકારી અને અન્ય દસ્તાવેજ મળ્યા હતા. બન્નેને 24 કલાકની અંદર દેશ છોડવાનો આદેશ કરવામા આવ્યો હતો. આ ઘટના બાદ પાકિસ્તાને બે ભારતીય કર્મચારીઓની ઇસ્લામાબાદમાં ધરપકડ કરી હતી. તેમના પર અકસ્માતનો ખોટો આરોપ લગાવ્યો હતો. હવે ભારતે આ મામલે આકરુ વલણ અપનાવ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
India orders 50 per cent reduction in Pakistani embassy staff, says your staff is spying in our country


source https://www.divyabhaskar.co.in/national/news/india-orders-50-per-cent-reduction-in-pakistani-embassy-staff-says-your-staff-is-spying-in-our-country-127439072.html

Post a Comment

0 Comments