જમ્મૂ કાશ્મીરનો ગુમ થયેલો PhD સ્કોલર બાસિત હિલાલ આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનમાં સામેલ થઇ ગયો છે. કાશ્મીર ઝોન પોલીસે મંગળવારે આ માહિતી આપી હતી. બાસિત ગત અઠવાડિયે તેના મિત્રો સાથે સેન્ટ્રલ કાશ્મીરમાં નારાનાગ ફરવા ગયો હતો અને ત્યારબાદ ગુમ હતો. પરિવારજનો તેની શોધમાં હતા. સોમવારે તેના પરિવારજનોએ શ્રીનગરમાં પ્રેસ એન્ક્લેવ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમને શંકા હતી કે બાસિતનું અપહરણ કરવામા આવ્યું છે.
પરિવારના જણાવ્યા પ્રમાણે બાસિત દિલ્હીમાં કામ કરતો હતો. કોરોના સંક્રમણ ફેલાયા બાદ તે કાશ્મીર આવ્યો હતો. તેણે કાશ્મીર યુનિવર્સિટીમાંથી PhDનો અભ્યાસ કર્યો છે. કાશ્મીર ઝોન પોલીસના IG વિજયકુમારે મીડિયાને જણાવ્યું કે બાસિત હિઝબુલ મુજાહિદ્દીનમાં સામેલ થઇ ગયો છે.
સોમવારે પોલીસે કહ્યું હતું કે બાસિતના મિત્રો નારાનાગથી ગંગાબલ લેક સુધી ગયા હતા પરંતુ તેણે ત્યાં જવાનો ઇનકાર કર્યો હતો. બાસિતે તેના મિત્રોને કહ્યું કે તે નારાનાગમાં જ તેમની રાહ જોશે. પરંતુ જ્યારે તેના મિત્રો નારાનાગ પહોંચ્યા તો બાસિત ત્યાં હતો નહીં.
પહેલા પણ ઘણા વિદ્યાર્થીઓ આતંકવાદી સંગઠનમાં સામેલ થઇ ચૂક્યા છે
આ પહેલા પણ ઘણા વિદ્યાર્થીઓ હિઝબુલ મુજાહિદ્દીનમાં સામેલ થઇ ચૂક્યા છે. ગત વર્ષે દક્ષિણ કાશ્મીરના શોપિયાંનો એક યુવક કામરાન જહૂર હિઝબુલ મુજાહિદ્દીનમાં સામેલ થઇ ગયો હતો. તે બીટેકનો વિદ્યાર્થી હતો. 2018માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો એક વિદ્યાર્થી મન્નાન વાની પણ હિઝબુલ મુજાહિદ્દીનમાં સામેલ થયો હોવાના રિપોર્ટ આવ્યા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/basit-hilal-joins-hizbul-mujahideen-kashmir-zone-police-claim-127439007.html
0 Comments