એર ઈન્ડિયાના કો-પાઈલટ અખિલેશ કુમાર ભારદ્વાજ (32)નું પણ આ દુર્ઘટનામાં મૃત્યુ થયું. આ સમાચાર પછી ઉત્તર પ્રદેશના મથુરા સ્થિત તેમના ગામ મોહનપુરમાં માતમ છે. તેમણે દોઢ વર્ષ પહેલા મેઘા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા અને હાલ તે ગર્ભવતી છે. ડૉક્ટરે ડિલિવરીની તારીખ 10 દિવસ પછીની આપી છે. તેમનો પરિવાર સમજી નથી શકતો કે, મેઘાને અખિલેશના મૃત્યુના સમાચાર કેવી રીતે જણાવે! હાલ તેમને એવું કહ્યું છે કે, વિમાન દુર્ઘટનામાં અખિલેશને ઈજા થઈ છે. શુક્રવારે પણ તેમણે માતા બાલાદેવીને ફોન કર્યો હતો..
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/married-a-year-and-a-half-ago-children-to-be-born-10-days-later-co-pilot-akhilesh-kumar-127600280.html
0 Comments