માતાનો શનિવારે 84મો જન્મદિન હતો, તેમને સરપ્રાઈઝ આપવા જવાના હતાઃ કેપ્નટ દીપક વસંત સાઠે

કોઝિકોડ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પાઈલટ કે. દીપક સાઠે (58)ના માતા નીલા સાઠેનો શનિવારે 84મો જન્મદિન હતો. તેથી દીપક સાઠેએ નાગપુર જઈને માતાને સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું હતું. પુત્રના આ અણધાર્યા મૃત્યુથી નીલા સાઠે આઘાતમાં છે. તેઓ કહે છે કે, ‘ભગવાને મારા બદલે તેને ઉઠાવી લીધો. તે મહાન પુત્ર હતો. હંમેશા બીજાની મદદ કરતો. અમદાવાદમાં પૂર આવ્યું ત્યારે તેણે જવાનોના બાળકોને ખભા પર ઉઠાવીને બચાવ્યા હતા.’ કેપ્ટન સાઠેને કોરોનાના કારણે માતાની ચિંતા હતી. તેઓ માતાને ઘર બહાર નીકળતા રોકતા અને કહેતા કે, તમને કંઈ થશે એ મને નહીં ગમે. ત્યારે તેમના માતા કહેતા કે, ભગવાનની ઈચ્છા સામે આપણે શું કરી શકીએ!



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
કેપ્નટ દીપક વસંત સાઠેની તસવીર


source https://www.divyabhaskar.co.in/national/news/mothers-84th-birthday-on-saturday-going-to-surprise-her-captain-deepak-for-spring-127600274.html

Post a Comment

0 Comments