ગુજરાત કેડરના આઇએએસ અને જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ રહી ચૂકેલા જી.સી. મૂર્મુએ શનિવારે અહીં રાષ્ટ્રપતિભવનમાં આયોજિત સમારોહમાં દેશના નવા કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા (સીએજી) તરીકે શપથ લીધા હતા. તેમનો કાર્યકાળ 20 નવેમ્બર 2024 સુધી રહેશે. તે રાજીવ મહર્ષિનું સ્થાન લેશે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના અગ્રસચિવ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ કાશ્મીરના તેઓ પ્રથમ ઉપરાજ્યપાલ બન્યા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/gujarat-cadre-ias-gc-murmu-was-sworn-in-as-cag-narendra-modi-was-the-front-secretary-when-he-was-chief-minister-127600242.html
0 Comments