નવા વિઝા નિયમોથી હજારથી વધુ લોકો ભારતમાં ફસાયા, મોટા ભાગના લોકોના પરિવાર USમાં પરેશાન

અમેરિકામાં એચ1-બી સહિત ઘણા હંગામી વર્ક વિઝાધારકોની એન્ટ્રી પર રોકના નવા નિયમો બુધવારથી લાગુ થઇ ગયા છે. આ નિર્ણયની સૌથી વધુ અસર ભારતીયો પર થઇ છે. તેમના માટે રોજગારીનું સંકટ ઊભું થવા ઉપરાંત ઘણા લોકો પરિવારથી પણ વિખૂટા પડી રહ્યા છે. ભારતમાં અંદાજે 1 હજાર લોકો એવા છે કે જેઓ કોરોના સંકટ દરમિયાન અમેરિકાથી ભારત આવ્યા હતા અને હવે નવા નિયમોના કારણે અહીં જ ફસાઇ ગયા છે જ્યારે તેમનાં પતિ કે પત્ની અને સંતાનો અમેરિકામાં જ છે.

તેમાંથી એક છે પૂર્વા દીક્ષિત. અમેરિકા પરત ફરવા માટેની વિઝા એપોઇન્ટમેન્ટના એક દિવસ પહેલાં 16 માર્ચે લૉકડાઉન થયું અને યુએસ કોન્સ્યુલેટ બંધ કરી દેવાયું, જેથી તે ફસાઇ ગઇ. વિનોદ અલ્બુકર્કની પણ કંઇક આવી જ સ્થિતિ છે. ફેબ્રુ.માં પિતાને સ્ટ્રોકના હુમલા બાદ તેઓ એટલાન્ટાથી મેંગલોર આવ્યા હતા. તેમની પ્રેગ્નન્ટ વાઇફ અને 6 વર્ષનો પુત્ર અમેરિકામાં છે. તેઓ ઘરેથી કામ પણ કરી રહ્યા છે. પત્નીની ડિલિવરી સપ્ટેમ્બરમાં થવાની છે પણ વિનોદની હાલત પણ પૂર્વી જેવી જ છે. આ બંનેની જેમ હાલ ભારતમાં ઓછામાં ઓછા 1 હજાર લોકો એવા છે કે જેઓ પ્રતિબંધોના કારણે પરિવારથી વિખૂટા પડ્યા છે.

મા ગુમાવી દીધી, હવે મારું માતૃત્ત્વ પણ પ્રભાવિત થઇ રહ્યું છે: પૂર્વા દીક્ષિત
10 વર્ષથી અમેરિકામાં રહેતી પૂર્વા અને તેનો પતિ ભારતીય છે જ્યારે બંને દીકરી અમેરિકન. માર્ચમાં પૂર્વા બીમાર માતાને મળવા મુંબઇ આવી હતી, જેનું નિધન થઇ ગયું. હવે નવા નિયમોના કારણે પરત નથી જઇ શકતી. તે કહે છે, મેં માતા ગુમાવી અને હવે મારા બાળકો પણ મુશ્કેલીમાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પરિવાર સાથે પૂર્વા.


source https://www.divyabhaskar.co.in/national/news/new-visa-rules-trap-more-than-a-thousand-people-in-india-troubling-most-peoples-families-in-the-us-127444463.html

Post a Comment

0 Comments