લેહ-લદાખ આજકાલ ભારત-ચીન વિવાદના કારણે ચર્ચામાં છે. પહેલા લૉકડાઉન અને પછી ચીન સાથે સીમાવિવાદના કારણે પ્રવાસન ઉદ્યોગને મોટું નુકસાન પહોંચ્યું છે, પરંતુ લોકોને આશા છે કે સ્થિતિ સામાન્ય થયા પછી પ્રવાસીઓની સંખ્યા વધશે, જેવું થ્રી ઈડિયટ પછી થયું હતું. કોરોના રોગચાળા પછી હવે નાની હોટલ કે હોમસ્ટેનો ટ્રેન્ડ વધશે.
8 જૂનના રોજ આંશિક રૂપે લૉકડાઉન ખૂલી ગયું છે, છતાં બજારો સૂમસામ છે. લેહમાં ઓલ ઈન્ડિયા લદાખ ટૂર ઓપરેટર્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી ડેલેક્સ નામગ્યાલે કહ્યું કે રોગચાળાના કારણે ટૂરિઝમ ક્ષેત્રમાં મોટો ફેરફાર આવશે. અમે કરેલા ઓનલાઈન સરવે અનુસાર લોકો હવે મોટી હોટલના બદલે વિલા, રિસોર્ટ કે બુટિક હોટલને વધુ પસંદ કરશે. મોટા ગ્રૂપમાં આવવાના બદલે માત્ર પરિવાર સાથે આવશે. ગ્રામીણ ટૂરિઝમમાં પણ વધારો થઈ શકે છે અને લોકો હોમ સ્ટે પસંદ કરી શકે છે.
લેહનાં અનેક ગામમાં 100થી વધુ હોમ સ્ટે છે, જ્યાં એક વ્યક્તિનું એક દિવસનું ભાડું રૂ.1 હજાર છે.નામગ્યાલ કહે છે કે કારગિલ વૉર મેમોરિયલ પછી લોકો આ સ્મારક જોવા જરૂર જાય છે. તેવી જ રીતે ગલવાનનો વિવાદ થયા પછી પ્રવાસીઓ ગલવાન ઘાટી જવાની પણ ઈચ્છા રાખશે. લદાખ ટેક્સી એસોસિયેશનના અધ્યક્ષ યોટેને જણાવ્યું કે અહીં 4 હજાર ટેક્સીઓ છે પરંતુ પ્રવાસી ન આવવાના કારણે માત્ર બે ડઝન ટેક્સી જ ચાલી રહી છે.
લેહમાં નાની-મોટી 400 હોટલો, માત્ર અડધો ડઝન ખૂલી
ભાસ્કરની ટીમ જ્યારે લેહ પહોંચી તો મોટા ભાગની હોટલો બંધ જોવા મળી. હોટલ એસોસિયેશન અલહાઘાના અધ્યક્ષ સેવાંગ યાંગજોરે ભાસ્કરને જણાવ્યું કે લેહમાં નાની-મોટી 400થી વધુ હોટલો છે પરંતુ કોરોનાના લીધે અત્યારે માત્ર અડધો ડઝન જ ખૂલી છે. પ્રવાસીઓ ન આવવાના કારણે અનેક હોટલો ડિફોલ્ટ થઈ ગઈ છે. આ કારણસર સ્થાનિક રોજગારી પર પણ અસર પડી છે.
અમરનાથ યાત્રાનો ફાયદો મળતો હતો
લદાખ મરચન્ટ એસોસિયેશનના વાઈસ પ્રેસિડન્ટ મોહમ્મદ ઈક્બાલે કહ્યું કે, લેહમાં અડધો ડઝન બજાર છે. સિઝનમાં દરેક દુકાનદાર રોજનો રૂ.40-50 હજારનો ધંધો કરે છે, પરંતુ લૉકડાઉનના કારણે ધંધો ઠપ છે. અમરનાથ યાત્રાનો ફાયદો મળતો હતો, તેનું પણ નુકસાન થયું છે. જોકે, લદાખના લોકોને આશા છે કે, ટૂંક સમયમાં લોકો ગલવાન ખીણનો નજારો જોવા આવશે.
ટ્રેકિંગને પાટા પર આવતા બે વર્ષ લાગશે
લેહના એકમાત્ર મહિલા ટ્રેકર થિલનેસ કોરલે જણાવ્યું કે ટ્રેકિંગ માટે વર્તનામ સમય સૌથી અનુકૂળ છે, પરંતુ ચાલુ વર્ષે ટ્રેકિંગ મુશ્કેલ છે. જ્યાં સુધી કોરોના સમાપ્ત નહીં થાય ત્યાં સુધી ટ્રેકિંગ પર 4-6 લોકોની ટીમ જ લઈ જઈશું. ટ્રેકિંગને પાટે ચઢતાં બે વર્ષ લાગી જશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/tourism-increased-after-3-idiots-now-tourists-will-come-to-galwan-127444539.html
0 Comments