આતંકથી ઝૂલસી ઘાટીમાં કાશ્મીરી પંડિતો, શિખોના દર્દોને રંગોથી બતાવતો જમીર, સંદેશ એ કે, ‘ધર્મ વેર ન રાખવાનું શીખવાડતો નથી’

જમ્મુ-કાશ્મીરના બારમૂલામાં રહેતા જમીર અહમદ શેખ(39)એ માત્ર 5 વર્ષની ઉંરે પિતા અબ્દુલ હમીદ શેખ પાસેથી પેઇન્ટિંગ શીખવાની શરૂઆત કરી હતી. જ્યારે તેમને કાશ્મીરની હાલત સમજાઈ, ત્યારથી તેઓ કાશ્મીરી પંડિતો, મુસલમાનો અને શિખોની પીડાને વ્યક્ત કરતી તસવીરો બનાવી રહ્યાં છે.

જમીર કહે છે કે, ‘અમારી આગળની પેઢીને એ ખબર પડવી જોઇએ કે કાશ્મીરીઓ કેવી હાલતમાંથી પસાર થયા હતા.’ તેમની એક તસવીર 1990ના હાલતનો અંદાજો આપે છે. જ્યારે કાશ્મીરી પંડિતોની હત્યા કરવામાં આવી હતી. જેમાંથી કેટલાક તો એવા હતા, જેના સંબંધીઓ આતંકી હુમલાઓને કારણે પહેથી જ કાશ્મીર છોડીને જતા રહ્યાં હતા. એવામાં મેં મૃત્યુ પામેલા કાશ્મીરી પંડિતો અને ત્યાંના મુસલમાનોને કાંધ આપી હતી.

ફોટો-1

આ તસવીરમાં કાશ્મીરી પંડિતોના મૃતદેહોને કાંધ આપી રહેલા મુસલમાનો દેખાઈ રહ્યાં છે. આ તસવીર ધર્મ વેર ન રાખવા માટેનો સંદેશ આપે છે.

ફોટો-2

કાશ્મીરના કેટલાક ઘરોમાં પ્રવાસીઓ-સહેલાણીઓને કારણે ચૂલો સળગે છે. કર્ફ્યૂ દરમિયાન શિકારાવાળા પર રોજી કમાવવાનું સંકટ આવી ગયું હતું તે દેખાડતી તસવીર


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
જમીર જ્યારે 11 વર્ષના હતા ત્યારે ગોળીબારમાં તેમના પિતાનું મોત થયું હતું. જમીરના એક મોટાભાઈ ડોક્ટર, બીજો ભાઈ એન્જિનિયર છે.


source https://www.divyabhaskar.co.in/national/news/kashmiri-pandits-in-the-scorching-valley-of-terror-jamir-showing-the-pain-of-sikhs-in-colors-127613031.html

Post a Comment

0 Comments