રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઇએએ પુલવામા હુમલા સંદર્ભે સાતમા આરોપીની ધરપકડ કરી છે. એનઆઇએએ કાકપોરાના હાજીબલના રહેવાસી બિલાલ અહમદ કુચેની રવિવારે ધરપકડ કરીને તેને સોમવારે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેને એનઆઇએની 10 દિવસની કસ્ટડી હેઠળ મોકલી આપ્યો. એનઆઇએના જણાવ્યાનુસાર કુચે હાજીબલમાં આરા મિલ ચલાવે છે. તેણે ગત વર્ષે 14 ફેબ્રુઆરીમાં સીઆરપીએફના કાફલા પર હુમલો કરનારા જૈશ-એ-મોહમ્મદના આતંકીઓને આશરો આપ્યો હતો તથા બીજી સુવિધાઓ પણ પૂરી પાડી હતી.
તેણે આતંકીઓની અન્ય મદદગારો સાથે ઓળખાણ પણ કરાવી. એનઆઇએએ આ અગાઉ બડગામના રહેવાસી મોહમ્મદ ઇકલાબ રાઠેરની ધરપકડ કરી હતી. પુલવામામાં આતંકીઓએ સીઆરપીએફના કાફલા પર કરેલા હુમલામાં 40 જવાન શહીદ થયા હતા અને ઘણાં ઘાયલ થયા હતા. દરમિયાન, પોલીસે બારામુલામાં તોઇબાના આતંકીઓના સાથી સજ્જાદ અહમદ ખાનની ધરપકડ કરી તેની પાસેથી એકે-47ની મેગઝીન તથા અન્ય વાંધાજનક સામગ્રી કબજે લીધી છે.
પુલવામામાં અથડામણમાં આતંકી ઠાર, જવાન શહીદ
પુલવામામાં મંગળવારે નાકાબંધી અને શોધખોળ દરમિયાન અથડામણમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો. તેમાં એક એક જવાન પણ શહીદ થયા તથા 3 સુરક્ષાકર્મી ઘવાયા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/the-nia-also-arrested-a-seventh-accused-in-2019-pulwama-attack-127490091.html
0 Comments