CBSE ધોરણ 12ની બાકી રહેલી પરીક્ષાઓ અંગે આજે નિર્ણય લેવામાં આવશેઃ રદ થાય તેવી શક્યતા

સીબીએસઇ ધોરણ-12ની બાકી રહેલી પરીક્ષાઓ રદ થઇ શકે છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને સીબીએસઇએ મંગળવારે સુપ્રીમકોર્ટને જણાવ્યું કે કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં લેતાં બાકી રહેલી પરીક્ષાઓ રદ કરવી કે કેમ તે અંગે બુધવારે નિર્ણય લેવાશે. કેન્દ્ર અને સીબીએસઇની આ દલીલ બાદ કોર્ટે સુનાવણી ગુરુવાર સુધી મુલતવી રાખી. સીબીએસઇએ ધોરણ-12ની બાકીની પરીક્ષાઓ 1થી 15 જુલાઇ દરમિયાન લેવાની 18 મેએ જાહેરાત કરી હતી, જેના પગલે વાલીઓએ કોરોના સંક્રમણનું જોખમ ધ્યાને લેતાં પરીક્ષા ન લેવાની માગ કર્યા બાદ સુપ્રીમકોર્ટે આ મુદ્દે કેન્દ્ર અને સીબીએસઇ બોર્ડ પાસેથી જવાબ માગ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


source https://www.divyabhaskar.co.in/national/news/the-remaining-cbse-standard-12-exams-will-be-decided-today-likely-to-be-canceled-127441057.html

Post a Comment

0 Comments