ચીને આર્થિક મોરચે પણ ભારત વિરુદ્ધ છૂપું યુદ્ધ છેડ્યું છે. તે 2,848 વસ્તુઓ પર નોન-ટેરિફ બેરિયર લગાવી ચૂક્યું છે. આથી આ વસ્તુ ચીન મોકલી શકાતી નથી. જ્યારે ભારતમાં માત્ર 433 વસ્તુઓની આયાત પર પ્રતિબંધ છે. તજજ્ઞોના જણાવ્યા મુજબ ડબલ્યુટીઓના જણાવ્યા મુજબ કોઈપણ દેશ નિશ્ચિત દરથી વધુ માત્રામાં ટેરિફ લાદી શકતું નથી. આયાત ઓછી કરવા મોટાભાગના દેશો નોન-ટેરિફ બેરિયર લાદે છે. બે પ્રકારના પ્રતિબંધ હોય છે. ટેકનિકલ બેરિયર ટુ ટ્રેડ અને સેનેટરી અને ફાઈટોસેનેટરી. એફઆઈઈઓના ડીજી અજય સહાય કહે છે કે ચીન આપણી પાસેથી કાચો માલ લે છે પરંતુ તૈયાર માલ પરઅનેક પ્રકારના કાયદા લગાવ્યા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/china-stopped-importing-2848-items-only-433-items-in-india-127441402.html
0 Comments