4.56 લાખ કેસઃ24 કલાકમાં 15600 સંક્રમિત વધ્યા, ભારતમાં પ્રતિ લાખે દર્દીઓની સંખ્યા સૌથી ઓછી, અમેરિકામાં સૌથી વધુ

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4 લાખ 56 હજાર 62 થઈ ગઈ છે. મંગળવારે 15 હજાર 600 નવા દર્દી વધ્યા અને 10 હજારથી વધારે સાજા પણ થયા હતા. દિલ્હીમાં એક દિવસમાં સૌથી વધારે 3947 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજધાનીમાં અત્યાર સુધી 66 હજારથી વધારે સંક્રમિત મળ્યા છે. મહારાષ્ટ્રમાં 3,214 નવા દર્દી સામે આવ્યા છે, અહીંયા 248 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાનો રિકવરી રેટ 6 ટકાથી વધીને 56.38 ટકા થઈ ગયો છે.
તો બીજી બાજુ દેશમાં કોરોનાના ઝડપથી વધી રહેલા કેસ વચ્ચે એક રાહતના સમાચાર છે. WHOએ કહ્યું કે, ભારતમાં વસ્તી વધારે હોવા છતા પ્રતિ લાખ કોરોના દર્દીઓની સંખ્યા સૌથી ઓછી છે. દુનિયામાં પ્રતિ લાખ 116.67 કેસ છે, પણ ભારતમાં તેની સંખ્યા 32.04 પ્રતિ લાખ છે. સૌથી વધારે ખરાબ હાલ અમેરિકામાં છે. અહીંયા પ્રતિ લાખ એક લાખની વસ્તી પર 722 કોરોનાના કેસ સામે આવ્યા છે. સ્પેનમાં 627 અને બ્રાઝીલમાં આ આંકડો 524 છે.

કોરોના અપડેટ્સ
ઉત્તરપ્રદેશમાં બુધવારે એન્ટીજન ટેસ્ટ શરૂ થયા છે. રાજ્યમાં એન્ટીજન ટેસ્ટ કીટ મળી ગઈ છે. લખનઉ, પ્રયાગરાજ, વારાણસી, ગોરખપુર, કાનપુરનગર અને મેરઠ જિલ્લામાં શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત આખા રાજ્યમાં સ્ક્રીનિંગ માટે 1 લાખની વધારે ટીમ બનાવાઈ છે.

પૂણેના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં 820 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 13 દર્દીઓના મોત થયા છે. અહીંયા કોરોનાના કેસની કુલ સંખ્યા 16851 છે અને અત્યાર સુધી 617 લોકોના મોત થયા છે.

રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશઃ અહીંયા મંગળવારે 183 નવા કેસ સામે આવ્યા અને 4 લોકોના મોત થયા હતા. સૌથી વધારે 54 દર્દી ઈન્દોરમાં મળ્યા હતા. ભોપાલમાં 29, મુરૈનામાં 23, ગ્વાલિયરમાં 6, જબલપુરમાં 5 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધી 12 હજાર 261 કેસ સામે આવી ચુક્યા છે. જેમાંથી 9,335 દર્દી સાજા થયા છે.
મહારાષ્ટ્રઃ અહીંયા મંગળવારે 3,214 સંક્રમિત મળ્યા અને 248 લોકોના મોત થયા છે. INS શિવાજીના 8 કેડેટ્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો મુંબઈમાં 824, થાણેમાં 1,116 કેસ વધ્યા હતા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 1 લાખ 39 હજાર 010 થઈ ગઈ છે, જેમાંથી 62 હજાર 883 એક્ટિવ કેસ છે.

બિહારઃ અહીંયા મંગળવારે 157 નવા કેસ આવ્યા હતા. પટનામાં સૌથી વધારે 35 અને સમસ્તીપુરમાં 32 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધી 8,050 લોકો સંક્રમિત મળી આવ્યા છે. જેમાંથી 54 લોકોના મોત થયા હતા. 6,027 દર્દી સાજા પણ થયા છે.

રાજસ્થાનઃ અહીંયા મંગળવારે 395 કેસ સામે આવ્યા હતા. જેમાંથી જયપુરમાં 107, જોધપુરમાં 40, ભારતપુરમાં 18 દર્દી મળ્યા હતા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 15,627 થઈ ગઈ છે. અત્યાર સુધી 365 લોકોના મોત થયા છે.

ઉત્તરપ્રદેશઃ અહીંયા મંગળવારે 571 નવા દર્દી વધ્યા અને 19 લોકોના મોત થયા હતા. ગૌતમબુદ્ધનગરમાં 59, ગાઝિયાબાદમાં 34 અને લખનઉમાં 26 પોઝિટિવ કેસ મળ્યા હતા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 18 હજાર 893એ પહોંચી ગઈ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Coronavirus in India Live News And Updates Of 24th June


source https://www.divyabhaskar.co.in/national/news/coronavirus-in-india-live-news-and-updates-of-24th-june-127442167.html

Post a Comment

0 Comments