પરીક્ષા વિના મળેલી ડિગ્રીને ક્યાંય પણ માન્યતા ન આપી શકાય, રાજ્યોને પરીક્ષા પર રોક લગાવવાનો અધિકાર નથી: UGC

દેશભરની કોલેજો અને યુનિવર્સિટીઓમાં ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષની પરીક્ષા રદ કરવાની માગ અંગે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને (યુજીસી) ગુરુવારે સુપ્રીમકોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને કહ્યું કે તે છેલ્લા વર્ષની પરીક્ષા સપ્ટેમ્બર સુધીમાં લેવાય તેની તરફેણમાં છે. આ નિર્ણય વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે યોગ્ય છે. પરીક્ષા વિના મળેલી ડિગ્રીને ક્યાંય પણ માન્યતા ન આપી શકાય. પરીક્ષા સમયસર નહીં લેવાય તો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર તેની અસર થશે. યુજીસીએ પરીક્ષા રદ કરવાના મહારાષ્ટ્ર અને દિલ્હીની સરકારોના નિર્ણય સામે પણ વાંધો ઉઠાવ્યો છે.

એજ્યુકેશન ઓફિસર ડૉ. નિખિલકુમારે 10 પેજની એફિડેવિટમાં કહ્યું કે યુજીસી એક સ્વતંત્ર સંસ્થા છે. દેશભરની યુનિવર્સિટીઓમાં પરીક્ષાના આયોજનની જવાબદારી યુજીસીની છે, રાજ્ય સરકારોની નહીં. રાજ્ય સરકારોને પરીક્ષા પર રોક લગાવવાનો કોઇ હક નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સુપ્રીમકોર્ટની ફાઇલ તસવીર.


source https://www.divyabhaskar.co.in/national/news/degrees-obtained-without-exams-cannot-be-recognized-anywhere-states-have-no-right-to-ban-exams-ugc-127615957.html

Post a Comment

0 Comments