કોરોનાને કાબૂ કરવા માટે કેન્દ્ર સરકારે વધુ એક પગલું ભર્યુ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખી નિર્દેશ આપ્યો હતો કે તે પોતાનાં ક્ષેત્રોના તમામ કરિયાણાના દુકાનદારો, તેમને ત્યાં કામ કરતા કર્મચારીઓ, શાકભાજી-ફળ વેચનારાઓ અને અન્ય લારી-ગલ્લાવાળાનો કોરોના ટેસ્ટ કરે. કેન્દ્રે કહ્યું કે જો તેમાંથી કોઈ પણ ટેસ્ટ વગર રહી જશે અને ચેપગ્રસ્ત નીકળશે તો તે મોટા પાયે લોકોને ચેપગ્રસ્ત કરી શકે છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યોને એમ પણ કહ્યું કે તે ઓક્સિજન સુવિધા અને ઈમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ સંચાલિત કરે. તેમણે ભારપૂર્વક કહ્યું કે એમ્બ્યુલન્સનું રોજ નિરીક્ષણ કરવું જોઈએ.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/corona-of-shopkeepers-vegetables-to-be-tested-in-states-central-government-orders-to-control-corona-127600337.html
0 Comments