ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સુપ્રીમકોર્ટ પહોંચી, પટણામાં ફાઈલ થયેલ કેસને મુંબઈ ટ્રાન્સફર કરવાની માગ

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી વિરુદ્ધ એક્ટરના પરિવારે કેસ ફાઈલ કર્યો છે. હવે આ ફરિયાદને લઈને રિયાએ સુપ્રીમ કોર્ટમાં એક પિટિશન ફાઈલ કરી છે જેમાં તેણે પટણામાં ફાઈલ થયેલ કેસને મુંબઈ ટ્રાન્સફર કરવાની માગ કરી છે. આ જાણકારી રિયાના વકીલ સતીશ મનેશિંદેએ આપી છે. અગાઉ સુશાંતના પિતા કૃષ્ણ કિશોર સિંહે રિયા ચક્રવર્તી, તેના પિતા ઈંદ્રજીત, માતા સંધ્યા, ભાઈ શોવિક ચક્રવર્તી અને તેના બે મેનેજર સૌમિલ ચક્રવર્તી અને શ્રુતિ મોદી વિરુદ્ધ પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં કેસ ફાઈલ કરાવ્યો છે.

સત્યનો વિજય થાય છે: અંકિતા લોખંડે
સુશાંતસિંહ રાજપૂતની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ મૂકી છે. તેમાં લખ્યું છે કે સત્યનો વિજય થાય છે. એવું મનાય છે કે અંકિતાએ આ પોસ્ટ સુશાંતના પિતા દ્વારા રિયા ચક્રવર્તી વિરુદ્ધ કરેલી FIR કરાવવા અંગે લખી છે.

ધરપકડના ડરથી રિયા ગાયબ
મંગળવારે થયેલ આખા ઘટનાક્રમ પછી એક્ટ્રેસ રિયા અને પરિવાર પર ધરપકડની તલવાર લટકી રહી છે. રિયા પર નોનબેલેબલ કલમ પણ લગાવવામાં આવી છે. સુશાંતના પિતાની ફરિયાદના આધારે પટનાના રાજીવ નગર પોલીસે 341, 342, 280, 420, 406, 420 અને 306 કલમ હેઠળ રિયા અને તેના પરિવાર સહિત 6 લોકોને આરોપી બનાવ્યા છે. એવી પણ માહિતી સામે આવી છે કે બુધવારે પટના પોલીસ રિયાની પૂછપરછ માટે તેના ઘરે પહોંચી હતી પણ તેમને એવી માહિતી આપવામાં આવી કે તે અને તેનો પરિવાર ત્યાં નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સુશાંત સિંહ અને રિયા ચક્રવર્તીની ફાઇલ તસવીર.


source https://www.divyabhaskar.co.in/national/news/girlfriend-riya-chakraborty-reaches-supreme-court-seeks-transfer-of-case-filed-in-patna-to-mumbai-127566202.html

Post a Comment

0 Comments