1. એન્કાઉન્ટરનો ડર
લગભગ અઢી સો વર્ષ પહેલા ઇટલીના મહાના ક્રિમિનોલોજિસ્ટ શેજારે કહ્યું હતું કે ડર તેનાથી પેદા નથી થતો કે સજા કેટલી આકરી છે. ડર ત્યારે પેદા થાય છે જ્યારે એ ખબર હોય કે હવે સજા મળવાનું નક્કી છે. ઉત્તરપ્રદેશના ગેંગસ્ટર વિકાસ દુબેના કેસમાં પણ આવુ જ થયું. સાત દિવસમાં તેના પાંચ સહયોગીઓને ઠાર કરવામા આવ્યા. એવું લાગતું હતું કે વિકાસનું પણ એન્કાઉન્ટર નક્કી છે પરંતુ થયું તેનાથી ઉલટું. ફૈસલા ઓન ધ સ્પોટના ડરથી વિકાસ દુબેએ સમજી વિચારીને સરેન્ડર કરી દીધું
ઉત્તરપ્રદેશથી લઇને મધ્યપ્રદેશની પોલીસ અને બન્ને રાજ્યોના કેટલાય મંત્ર અને મુખ્યમંત્રી પણ એ જ કહે છે કે ઉજ્જૈનમાં મહાકાના દર્શન કરવા આવેલા વિકાસની ધરપકડ કરવામા આવી હતી. આ લોકો ભલે ગમે તે કહે , લોકો તેને સરેન્ડર જ માને છે. કારણ કે જે ગુનેગાર ચંબલના ડાકુઓથી પણ ખતરનાક હોય અને બાળપણમાં તેના પ્રિન્સિપાલનું ખૂન કરી નાખ્યું હોય, 60થી વધુ કેસ દાખલ હોય તે ચાર રાજ્યો થઇને મહાકાલના દર્શન કરવા તો ન જ આવ્યો હોય. અને તે ખાલી હાથે સિક્યોરિટી ગાર્ડની પકડમાં પણ ન આવે.
આ ઘટનાક્રમથી ખાદી અને ખાખી વચ્ચે મિલિભગત હોવાની ગંધ આવે છે. કોંગ્રેસને પણ બેઠા બેઠા મુદ્દો મળી ગયો. તેની આગેવાની દિગ્વિજય સિંહે કરી. તેને પ્રાયોજિત સરેન્ડર કહ્યું અને તેનો શ્રેય મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાને આપી દીધો. છેલ્લે કહ્યું કે ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી સમયે નરોત્તમ મિશ્રા કાનપુર જિલ્લાના પાર્ટી પ્રભારી હતા.
2. બિહારના સાત જિલ્લામાં આજથી લોકડાઉન, એક જિલ્લામાં પહેલાથી લાગૂ
બિહારના સાત જિલ્લાઓમાં આજથી લોકડાઉન લાગૂ થઇ જશે. પટના અને પૂર્ણિયામાં આજથી 16 જુલાઇ સુધી લોકડાઉન રહેશે. નવાદા અને બક્સરમાં 12 જુલાઇ સુધી પ્રતિબંધો રહેશે. ખગડિયા અને મોતિહારીમાં 14 જુલાઇ અને કૈમૂરમાં 17 જુલાઇ સુધી લોકડાઉન રહેશે. ભાગલપુરમાં 9 જુલાઇથી લોકડાઉન શરૂ થઇ ગયું છે જે 16 જુલાઇ સુધી ચાલશે.
આ દરમિયાન બિનજરુરી સામાનોની દુકાનો બંધ રહેશે. કોરોના બ્લાસ્ટના લીધે આ નિર્ણય લેવામા આવ્યો છે. બિહારમાં બુધવારે એક જ દિવસમાં સૌથી વધુ 749 નવા કેસ સામે આવ્યા હતા. તેનાથી રાજ્યમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 13 હજાર પાર થઇ ગઇ છે.
3. ભારત-ચીન વચ્ચે આજે ફરી વાતચીત
એવું કહેવાય છે કે ગલવાન ઘાટી હવે ખાલી થઇ ગઇ છે. ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગત મહિને અહીં અથડામણ થઇ હતી. ચીનની આર્મી બે કિલોમીટર પાછળ જતી રહી છે. પેટ્રોલિંગ પોઇન્ટ 15 અને 17-એ પરથી પણ આર્મી દૂર કરવા સહમતિ બની હતી. બન્ને દેશો વચ્ચે શુક્રવારે ફરી વર્ચ્યુઅલ મીટિંગ થશે. તેમાં પેંગૌંગ ઝીલ અને ડેપસાંગ વિસ્તારમાંથી આર્મી હટાવવા અંગે ચર્ચા થવાની શક્યતા છે.
4. પીસીબીની હાલત ખરાબ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની હાલત ખરાબ છે. તેને અત્યારે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે સ્પોન્સર પણ નથી મળી રહ્યું. તેનાથી ખેલાડીઓની મેચ ફી પર અસર પડશે. પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ ટેસ્ટની સીરીઝ 5 ઓગસ્ટથી શરૂ થઇ રહી છે. પીસીબીનું માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ અત્યારસુધી માત્ર એક જ બિડર શોધી શક્યું છે. તેણે પણ અગાઉની ડીલથી 30 ટકા ઓછી રકમ આપવાની વાત કહી છે. અગાઉની ડીલ કેટલી હતી તે અંગે કોઇ જાણકારી નથી. હવે પાકિસ્તાનના ખેલાડીઓ તેમની જર્સી પર શાહિદ અફરીદી ફાઉન્ડેશનનો લોગો લગાવીને રમશે. આ ફાઉન્ડેશન ચેરિટી પાર્ટનર છે. તેથી તેમાં બોર્ડને કોઇ પૈસા નહીં મળે
5. આજનો દિવસ કેવો રહેશે
આજે શુક્રવાર છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આજે સૂર્ય અને ચંદ્ર એવા સ્થાને છે કે સૌભાગ્યનો યોગ બની રહ્યો છે. તેની અસર સાત રાશિઓ પર છે. સિંહ, કન્યા, વૃશ્વિક, ધન, મકર, કુંભ અને મીન રાશિના લોકો માટે આજનો દિવસ જોબ અથવા બિઝનેસમાં સારો રહી શકે છે. પરંતુ મેષ, વૃષભ, મિથુન, કર્ક અને તુલા રાશિના લોકોને આખો દિવસ સાચવીને રહેવું પડશે.
6. સેમસંગની પહેલી મેડ-ઇન-ઇન્ડિયા સ્માર્ટવોચ
સેમસંગે તેની પહેલી મેડ-ઇન-ઇન્ડિયા સ્માર્ટવોચ ગેલેક્સી વોચ એક્ટિવ 2 4G એલ્યુમીનિયમ એડિશન લોન્ચ કરી છે. તેની કિંમત 28490 રૂપિયા છે. તે 11 જુલાઇથી રિટેલ સ્ટોર્સ પર ઓનલાઇન મળશે. કંપનીનો દાવો છે કે હવે તે સંપૂર્ણ સ્માર્ટવોચનો પોર્ટફોલિયો ભારતમાં જ તૈયાર કરશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/gangster-vikas-dubey-was-afraid-of-an-on-the-spot-decision-not-only-pakistan-but-also-its-cricket-board-is-in-bad-shape-127495326.html
0 Comments