20 શહેરોમાં દેશનાં 49% દર્દી છે પરંતુ ટેસ્ટ માત્ર 24%, આથી અહીં સંક્રમણ બમણું થયું

દેશમાં શહેરોમાં શરૂ થયેલી કોરોના મહામારી હવે શહેરોમાં જ હારવા લાગી છે. સૌથી સંક્રમિત 20 શહેરમાં કુલ 70% દર્દી સાજા થઇ ચૂક્યા છે, જે રાષ્ટ્રીય સરેરાશથી 6% વધુ છે. આ આંકડો એટલા માટે મહત્ત્વનો છે કે દેશમાં રિકવરી રેટ 6% વધતાં પૂરો દોઢ મહિનો લાગ્યો છે. સૌથી વધુ દર્દીવાળા દિલ્હીમાં જ સૌથી વધુ 89% દર્દીઓ સાજા પણ થઇ ચૂક્યા છે જ્યારે વિશાખાપટ્ટનમમાં માત્ર 25% દર્દી સાજા થયા છે. જે શહેરોમાં દર્દી વધુ છે ત્યાં રિકવરી રેટ પણ વધુ છે. આ 20 શહેરમાં 7.25 લાખ દર્દી છે. જોધપુર અને ઇન્દોર એવા શહેર છે કે જ્યાં રાજ્યના પાટનગરથી વધુ દર્દીઓ છે.

બીજી તરફ વિશ્વમાં 1 દિવસમાં રેકોર્ડ 2.90 લાખ નવા દર્દી મળ્યા
વિશ્વમાં કોરોનાકાળના સાડા ચાર મહિનામાં બુધવારે પહેલી વાર 1 દિવસમાં રેકોર્ડ 2,90,393 નવા દર્દી મળ્યા. સૌથી વધુ 70,869 દર્દી બ્રાઝિલમાં અને 66,921 અમેરિકામાં મળ્યા. એટલે કે વિશ્વના 47.4% દર્દી માત્ર આ 2 દેશમાં મળ્યા છે. તેમાં ભારતના 52,656 દર્દી ઉમેરીએ તો આંકડો 1,90,464 થાય. એટલે કે વિશ્વના 66% દર્દી માત્ર બ્રાઝિલ, અમેરિકા અને ભારતમાં મળવા લાગ્યા છે. બુધવારે વિશ્વમાં કુલ 7,032 મોત થયાં. 21 એપ્રિલ બાદ માત્ર 2 વખત દૈનિક મૃત્યુઆંક 7 હજારથી ઉપર ગયો છે.

શહેરોનું રિપોર્ટ કાર્ડ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
20 cities have 49% of patients in the country but the test is only 24%, so the transition here has doubled


source https://www.divyabhaskar.co.in/national/news/20-cities-have-49-of-patients-in-the-country-but-the-test-is-only-24-so-the-transition-here-has-doubled-127569441.html

Post a Comment

0 Comments