પતંજલિને નોટિસ, ઈમ્યુનિટી બુસ્ટર માટેનું લાઈસન્સ હતું 

ઉત્તરખંડના આયુર્વેદ વિભાગે કોરોનાની દવા બનાવવાના દાવા બાબતે યોગગુરુ રામદેવની પંતજલિ આયુર્વેદને નોટિસ ફટકારી છે. વિભાગે પૂછ્યું છે કે કોરોનાના ઈલાજની આયુર્વેદિક દવા બનાવવાની મંજૂરી ક્યાંથી મળી. લાઈસન્સ અધિકારી વાય.એસ. રાવતના અનુસાર પતંજલિને ખાંસી અને તાવ માટે બે-ત્રણ ઈમ્યુનિટી બુસ્ટર બનાવવાનું લાઈસન્સ અપાયું હતું. આ અરજી 10 જૂનના રોજ કરાઈ હતી અને 12 જૂનના રોજ લાઈસન્સ આપી દેવાયું હતું. અરજીમાં કોરોના વાઈરસનો ઉલ્લેખ સુદ્ધાં ન હતો. વિભાગની મંજૂરી વગર ઈલાજનો દાવો કરવો કાયદેસર નથી.

આ દરમિયાન કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી શ્રીપાદ નાઈકે કહ્યું કે પતંજલિના રિપોર્ટનો અભ્યાસ કરીને મંત્રાલય ઝડપથી પોતાનો અભિપ્રાય આપશે. તેમણે કહ્યું કે નિયમાનુસાર અરજી પહેલાં આયુષ મંત્રાલયમાં આવવી જોઈતી હતી.

આયુર્વેદનો વિરોધ અને નફરત કરનારાને ઘોર નિરાશા: રામદેવ
બાબા રામદેવે આયુષ મંત્રાલયનો પત્ર રિટિ્વટ કરતાં લખ્યું છે કે આયુર્વેદનો વિરોધ અને નફરત કરનારા માટે ઘોર નિરાશાના સમાચાર. મંત્રાલયના પત્રમાં લખ્યું છે કે તેને દવાની ટ્રાયલ સંબંધિત દસ્તાવેજ મળી ગયા છે.

રાજસ્થાનના આરોગ્યમંત્રીએ કહ્યું અહીં દવા વેચવામાં આવશે તો બાબા જેલમાં જશે
રાજસ્થાનના આરોગ્યમંત્રી રઘુ શર્માએ બાબા રામદેવ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીની માગ કરી છે. તેમણે કહ્યું કે જો રાજસ્થાનમાં તેમની દવા વેચાશે તો બાબા રામદેવ એ દિવસે જેલમાં હશે. બિહારના મુઝફ્ફરપુરની અદાલતમાં પણ પતંજલિના એમડી આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ કેસ દાખલ કરાયો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Notice to Patanjali, license for immunity booster


source https://www.divyabhaskar.co.in/national/news/notice-to-patanjali-license-for-immunity-booster-127444072.html

Post a Comment

0 Comments